Translate

Tuesday, 18 July 2017

Karnataka names board to configuration 'state signal', investigate legitimate holiness || જમ્મુ કાશ્મીર બાદ હવે આ રાજ્યને જોઈએ છે પોતાનો અલગ ઝંડો જમ્મુ કાશ્મીર બાદ હવે આ રાજ્યને જોઈએ છે પોતાનો અલગ ઝંડો

Tags





જમ્મુ અને કાશ્મીર બાદ ભારતનું અન્ય એક રાજ્ય છે જે પોતાનો સ્વતંત્ર ઝંડો ઈચ્છે છે. જો સરકારની આ યોજના સફળ નીવડશે તો પછી કર્ણાટક દેશનું બીજુ એવું રાજ્ય બનશે જેનો પોતાનો અલગ ઝંડો હશે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર પોતાના રાજ્યની એક અલગ ઓળખ માટે રાજ્યનો અલગ ઝંડો ઈચ્છે છે. ઝંડાની ડિઝાઈન માટે સરકારે 9 સભ્યોની એક ટીમ પણ બનાવી છે. આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારનું આ પગલું ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

એક બાજુ કેન્દ્રની મોદી સરકાર એક રાષ્ટ્ર એક નિશાનના નારા લગાવે છે ત્યાં બીજી બાજુ કર્ણાટક દ્વારા અલગ ઝંડાની માગણી એ મોટા વિવાદને જન્મ આપી શકે છે. વર્ષ 2012માં પણ આ પ્રકારની માગણી ઊઠી હતી પરંતુ તત્કાલિન ભાજપ સરકારે એમ કહીને તેનો વિરોધ કર્યો હતો કે આ પગલું દેશની એક્તા અને અખંડિતતાની વિરુદ્ધમાં છે.

The Siddaramaiah government is mooting a different banner for the state, agreeing with expert Kannada voices reproving the asserted burden of Hindi in the state. Previous Karnataka boss pastor and Union priest D V Sadananda Gowda rejected the move, saying, "India is one country and there can't be two banners in one nation."

વર્ષ 2012માં આ મુદ્દો રાજ્યની વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો તો તે સમયના કલ્ચર મિનિસ્ટર ગોવિંદ એમ કરજોલે કહ્યું હતું કે ફ્લેગ કોડ આપણને રાજ્યો માટે અલગ ધ્વજની મંજૂરી આપતો નથી. આપણો રાષ્ટ્રીય ધ્વજ દેશની એક્તા, અખંડિતતા અને સંપ્રભુતાનું પ્રતિક છે. જો રાજ્યનો અલગ ઝંડો હશે તો તે આપણા રાષ્ટ્રીય ધ્વજના મહત્વને ઓછુ કરશે. આમ થવાથી લોકોમાં પ્રાંતવાદની ભાવનાને પ્રોત્સાહન મળશે.

અત્રે જણાવવાનું કે ગત દિવસોમાં બેંગ્લુરુ મેટ્રોમાં કન્નડ અને અંગ્રેજી સાથે હિન્દીમાં લખેલા નામ જોઈને કેટલાક લોકોએ રાજ્ય પર હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ સરકારનું આ પગલું તેનો આગામી પડાવ ગણવામાં આવી રહ્યો છે. કર્ણાટકના પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ આ ફેસલાને સંપૂર્ણ રીતે નકારી નાખ્યો છે. ગૌડાએ કહ્યું કે ભારત એક દેશ છે અને દેશમાં બે ઝંડા હોઈ શકે નહીં. સરકારના 6 જૂનના આદેશમાં કન્નડ અને કલ્ચર ડિપાર્ટમેન્ટના પ્રમુખ સચિવને કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.


EmoticonEmoticon

Category

statistics

Formulir Kontak